WHO ની અપીલ રંગ લાવી : અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે , 6 કરોડ વેક્સિન આપવાનું વચન પહેલા જ આપી ચૂકી છે બાઈડેન સરકાર



   અમેરિકન સરકાર પહેલા જ 6 કરોડ વેક્સિન ડોનેટ કરવાની જાહેરાત કરી ચૂકી છે . હવે રાષ્ટ્રપતિ જો બાઈડેને નિર્ણય લીધો છે કે 2 કરોડ વેક્સિનના ડોઝનું દાન કરવામાં આવશે.

• WHO ના વડાએ કહ્યું હતું કે- સમૃદ્ધ દેશોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ 
  • ગરીબ દેશોને વેક્સિન આપવી જોઈએ જેથી મહામારી પર ઝડપી કાબૂ મેળવી શકાય
જો બાઈડેન એડમિનિસ્ટ્રેશન વિશ્વના તે દેશોને ફરી મદદ કરવા જઈ રહ્યું છે જ્યાં કોરોના વાયરસથી વધુ પરિસ્થિતિ ખરાબ છે , અને જ્યાંની સરકારો વેક્સિન ખરીદી શકી નથી . રાષ્ટ્રપતિ જો બાઈડેને સોમવારે રાત્રે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ જૂનમાં 2 કરોડ વેક્સિનના ડોઝ ડોનેટ કરશે . આ પહેલા પણ અમેરિકા 6 કરોડ વેક્સિનના ડોઝ આપવાનું વચન આપી ચૂક્યું છે .
  

 બાઈડેનની આ જાહેરાતના એક દિવસ પહેલા , WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રિસિયસે સમૃદ્ધ દેશોની ટીકા કરતા કહ્યું કે તેઓ પોતાને ત્યાં બાળકો અને યુવાનોને વેક્સિન આપી રહ્યા છે , જ્યારે તેઓને તેની જરૂર નથી . WHO ના વડાએ કહ્યું હતું કે- સમૃદ્ધ દેશોએ તેમની જવાબદારી સમજવી જોઈએ અને તે દેશોમાં વેક્સિન આપવી વધુ સારું રહેશે જ્યાં ફ્રન્ટલાઈન કામદારોને પણ હજી વેક્સિન મળી શકી નથી . ત્યાર બાદ ન્યૂયોર્ક ટાઇમ્સ પણ તેના સંપાદકીયમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશનને તે જ સલાહ આપી હતી .

2 કરોડ ડોઝ અલગ હશે 

    સોમવારે રાત્રે જારી કરવામાં આવેલા ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ- અમેરિકન સરકારે 6 કરોડ વેક્સિન ડોનેટ કરવાની જાહેરાત કરી હતી . હવે રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો છે કે વધુ 2 કરોડ વેક્સિનના ડોઝ દાન કરવામાં આવશે . આ વેક્સિન તે દેશોને આપવામાં આવશે , જે ગરીબ છે અને વેક્સિન ખરીદી શકતા નથી . અથવા તે દેશોમાં જ્યાં સંક્રમણ અને મૃત્યુ સૌથી વધુ થઇ રહ્યા છે . જો કે , અહેવાલમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી . તેમાં એસ્ટ્રાનેકા વેક્સિન પણ સામેલ છે . તેને જો કે એફડીએની મંજૂરી મળી નથી .

  બાઈડેને શું કહ્યું હતું

          વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન , જો બાઈડેને કહ્યું- અમે જાણીએ છીએ કે અમેરિકા મહામારીની અસરથી ત્યાં સુધી સુરક્ષિત નહીં રહી શકે જ્યાં દુનિયામાં તેના પર કાબૂ મેળવવામાં આવશે નહીં . કોઈ પણ સમુદ્ર અને કોઈ દિવાલ આપણને સુરક્ષિત કરી શકશે નહીં .

  NYT એ શું કહ્યું હતું ? 

    રવિવારે , અમેરિકાના સૌથી પ્રભાવશાળી અને અગ્રણી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ ( NYT ) એ તેના સંપાદકીયમાં બાઈડેન એડમિનિસ્ટ્રેશનને સલાહ આપી હતી કે મહામારીના આ મુશ્કેલ સમયમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશોને ખુલીને મદદ કરો . અખબારે પશ્ચિમી દેશોને પણ એવું જ કહ્યું છે , જે આર્થિક રીતે ઘણા મજબુત અને અમીર છે . 

   સંપાદકીય બોર્ડે કહ્યું હતું કે- આ તે સમય છે જ્યારે બાઇડેન વહીવટીતંત્રે મજબૂત અને કઠોર નિર્ણયો લેવા જોઈએ . તેણે આ અંગે પણ ચિંતા કરવી જોઈએ , પગલાં ભરવા જોઈએ કે વિશ્વના બાકીના દેશોને કેવી રીતે વેક્સિન મળશે . જો વેક્સિન અંગે કોઈ નક્કર વ્યુહરચના ન બનાવવામાં આવે તો તેની વિશ્વ પર ગંભીર આર્થિક અસરો પડશે અને તે વેક્સિન બનાવવાના ખર્ચ કરતા વધુ ખર્ચાળ સાબિત થશે .

ગરીબ દેશોની ચિંતા 

    WHO નાં ડાયરેક્ટર જનરલ રેડ્રોસ એડેનહોમ ઘેબ્રેસિયસે રવિવારે જ એક પત્રકાર પરિષદમાં કોવિડ -19 ની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરી હતી . આ દરમિયાન WHO ના વડાએ કહ્યું હતું . શ્રીમંત દેશ બાળકોને પણ વેક્સિનેટ કરી રહ્યા છે . હું તેને રોકવા અપીલ કરું છું . બાળકોના વેક્સિનેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી વેક્સિન ગરીબ દેશોમાં દાન આપવી જોઈએ જેથી મહામારી સામે ઝડપી અને વધુ સારી રીતે સામનો કરી શકાય . તેમણે કહ્યું હતું . અમે જોઈ રહ્યા છીએ કે કેટલાક સમૃદ્ધ દેશો બાળકો અને યુવાનોને પણ વેક્સિન આપી રહ્યા છે . બીજી તરફ , વિશ્વના એવા ગરીબ દેશો છે , જ્યાં આજ સુધી આરોગ્ય કર્મચારીઓને પણ વેક્સિન મળી નથી . 

    અમે બધા દેશોને વેક્સિન આપવા માંગીએ છીએ . જાન્યુઆરીમાં જ મેં સ્પષ્ટ કરી દીધું હતું કે વેક્સિનેશન શરૂ થયા પછી નૈતિક પતન થશે . કમનસીબે આપણે હવે આ સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ . કેટલાક દેશો એવા છે જેમની પાસે વેક્સિનની ઢગલો છે અને તેઓ તે લોકોને પણ વેક્સિન આપી રહ્યા છે જેમને કોવિડ -19 થી જોખમ ઓછું હોય છે . હું તેમને ફરી અપીલ કરું છું કે તેઓ હવે ગરીબ દેશોની મદદ કરે . જ્યાં આરોગ્ય કર્મચારીઓને પણ વેક્સિન મ‌ળી શકી નથી .