ફાયદાની વાત : વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી , CBSE ની આ યોજનામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને 2.5 લાખ રૂપિયા જીતવાની સુવર્ણ તક

Last Updated on June 8, 2021 by CLIMAX NEWS

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2.5 લાખ રૂપિયા જીતવાનો અવસર મળી રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, બોર્ડ બાળકોને ફિટ રાખવા અને ફિજીકલી ફિટનેસ વિષયમાં જાગૃતિ ફેલાવા માટે એક ક્વિઝ લઈને આવ્યુ છે. આ ક્વિઝને જીતવા માટે વિદ્યાર્થીઓને 2.5 લાખ રૂપિયાનું ઈનામ મળશે. એટલુ જ નહીં સ્કૂલ ચેમ્પિયન બનશો, તો 25 લાખ રૂપિયા ઈનામ ત્યાંથી પણ મળશે.

શું કરવાનું રહેશે ?

બોર્ડ સ્પોર્ટસ ઓથોરિટીના સહયોગથી ફિટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન કરી રહ્યું છે. સીબીએસઇ સાથે જોડાયેલી તમામ શાળાઓ તેમાં ભાગ લઈ શકશે.

બોર્ડે એક જાહેરનામું બહાર પાડીને શાળાઓને આ વિષય વિશે માહિતગાર કર્યા છે. ક્વિઝ પ્રક્રિયા જૂન મહિનાથી શરૂ થશે અને શાળાઓ પણ 1 જુલાઈથી અરજી કરી શકશે. અરજી કરવા માટે સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ, cbse.nic.in ની મુલાકાત લેવી પડશે.


ક્વિઝ ચાર રાઉન્ડની હશે


આપને જણાવી દઈએ કે ક્વિઝ જીતવા માટે, વિદ્યાર્થીએ રમતના ચાર રાઉન્ડ રમવાના છે. પ્રથમ રાઉન્ડ શાળા કક્ષાએ યોજાશે. જ્યાં શાળાઓ બે બાળકોની પસંદગી કરીને નોંધણી કરાશે. આ પછી પ્રિલીમ્સ રાઉન્ડમાં ઓનલાઇન ક્વિઝ આવશે, જેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. એનટીએ આ રાઉન્ડનું આયોજન કરશે. આ રાઉન્ડમાં પસંદ કરેલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝ રમશે. અહીં વિજેતા રાજ્યની ટીમો રાષ્ટ્રીય રાઉન્ડ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે.

તમને કેટલું ઇનામ મળશે?


રાષ્ટ્રીય રાઉન્ડમાં વિજેતા વિદ્યાર્થીઓને 2.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે. તે જ સમયે, રનઅપ વિદ્યાર્થીને 1.5 લાખ રૂપિયા મળશે. વિજેતા ટીમની શાળાને 25 લાખ રૂપિયા મળશે. આ સિવાય રન-અપ ટીમની સ્કૂલને 15 લાખ રૂપિયા મળશે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના નોટિફિકેશન વાંચવું.